નવી દિલ્હી: તાઈવાન (Taiwan)  એક એવો દેશ છે જેની ગણતરી કોરોનાને લગભગ કાબૂમાં કરવા સંદર્ભે થાય છે. ચીનનો આ પાડોશી દેશ હોવા છતાં તાઈવાનમાં કોરોનાના કેસ નહીંવત છે. પરંતુ તાઈવાન કોરોનાના નિયમોને લઈને ખુબ જ કડક છે. હાલમાં જ એક ઘટના પરથી સમજી શકાય કે ત્યાં કેટલી કડકાઈથી કોરોના (Corona Virus)ના નિયમોનું પાલન કરવામાં આવે છે. માત્ર 8 સેકન્ડની ભૂલ બદલ એક વ્યક્તિ પર USD 3,500 (Rs 2,58,329) એટલે કે અઢી લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ રીતે ફિલિપાઈન્સનો વતની એક વ્યક્તિ તાઈવાનના ગાઉશુંગ શહેરની હોટલમાં ક્વોરન્ટાઈન (Quarantine) કરાયો હતો. તાઈવાનની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે ક્વોરન્ટાઈનના સમયગાળા દરમિયાન યુવક માત્ર ગણતરીની સેકન્ડ માટે તે પોતાના રૂમમાંથી બહાર નીકળીને હોલમાં ગયો હતો. 


Taslima Nasrin નો આરોપ, કહ્યું- 'બાંગ્લાદેશની મસ્જિદોમાં બાળકો સાથે દરરોજ રેપ કરે છે ઈમામ'


રૂમમાંથી બહાર નીકળીને કેટલીક સેકન્ડ માટે હોલમાં આવવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ત્યારબાદ હોટલના સ્ટાફે સ્વાસ્થ્ય વિભાગને ઘટનાની જાણકારી આપી. સ્વાસ્થ્ય વિભાગે વ્યક્તિ પર લગભગ અઢી લાખનો દંડ ફટકારી દીધો. તાઈવાનના ક્વોરન્ટાઈન નિયમો મુજબ લોકોને પોતાના રૂમમાંથી બહાર નીકળવાની મંજૂરી અપાતી નથી. પછી ભલે ગમે તેટલા દિવસ રૂમમાં ભરાઈને રહેવું પડે. 


Forbes: નાણામંત્રી Nirmala Sitharaman દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ


અત્રે જણાવવાનું કે ગાઉશુંગ શહેરમાં 56 ક્વોરન્ટાઈન હોટલ છે. જેમાં ત્રણ હજાર રૂમ ક્વોરન્ટાઈન માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. લગભગ 2 કરોડ 30 લાખની વસ્તીવાળા તાઈવાનમાં અત્યાર સુધીમાં કોરોનાના ફક્ત 716 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. તાઈવાને અન્ય દેશોની જેમ લોકડાઉન કર્યું નહતું કે દેશની અંદર પણ સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધો નહતાં લગાવ્યા.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube